સંગઠનાત્મક માળખું

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)તેનું વડુમથક (એચક્યૂ) નવી દિલ્હીમાં અને દેશભરમાં આઠ પ્રાદેશિક કચેરીઓ (આરઓ) ધરાવે છે.યુઆઈડીએઆઈ બે ડેટા સેન્ટર ધરાવે છે જેમાંનું એક હેબ્બલ (બેંગાલુરુ), કર્ણાટકમાં અને બીજું માનેસર (ગુડગાંવ), હરિયાણામાં છે.

ઓથોરિટીની રચના

ઓથોરિટીમાં પાર્ટ-ટાઈમ ચેરપર્સન, બે પાર્ટ-ટાઈમ સભ્યો, અને એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો સમાવેશ થાય છે, જેઓ ઓથોરિટીના સભ્ય-સચિવ રહેશે.

નિવૃત્ત આઈએએસ (1977, આંધ્ર કેડર) શ્રી જે. સત્યનારાયણની ઓથોરિટીના પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ છે.

સામેલ નેટકોર સોલ્યુશન્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશ જૈન અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. આનંદ દેશપાંડેની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (યુઆઈડીએઆઈ)ના પાર્ટ-ટાઈમ સભ્ય તરીકે વરણી થઈ છે.

આઈએએસ (19984, મહારાષ્ટ્ર કેડર) ડૉ. અજય ભૂષણ પાંડે ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને કાનૂની પ્રતિનિધિ તથા વહીવટી વડા છે.

વડામથકો (એચક્યૂ)

વડામથક ખાતે સીઈઓને ભારત સરકારના સાત ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (ડીડીજી), સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ યુઆઈડીએઆઈની વિવિધ પાંખોના વડા તરીકે સહાય કરી રહ્યા છે. ડીડીજીને મદદનીશ ડાયરેક્ટર જનરલ (એડીજી), ડેપ્યૂટી ડાયરેક્ટર્સ, સેક્શન ઓફિસર્સ અને મદદનીશ સેક્શન ઓફિસર્સ મદદ કરી રહ્યા છે.તેના વડામથકમાં કુલ 127 અધિકારીઓ અને કર્મચારી સભ્યોની મંજૂર કરાયેલી સંખ્યા છે, જેમાં એકાઉન્ટ્સ તથા આઈટી શાખાનો પણ સમાવેશ થાય છે.

પ્રાદેશિક કચેરીઓ (આરઓ)

યુઆઈડીએઆઈની આઠ પ્રાદેશિક કચેરીઓમાંની દરેકનું નેતૃત્વ ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (ડીડીજી) દ્વારા કરવામાં આવે છે અને સહાયક માળખામાં મદદનીશ ડાયરેક્ટર જનરલ, ડેપ્યૂટી ડાયરેક્ટર્સ, સેક્શન ઓફિસર્સ, મદદનીશ સેક્શન ઓફિસર્સ, સિનિયર એકાઉન્ટ્સ ઓફિસર, એકાઉન્ટન્ટ અને અંગત સ્ટાફનો સમાવેશ થાય છે.

પ્રાદેશિક કાર્યાલયોના અધિકારક્ષેત્ર હેઠળ આવરી લેવાયેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નીચે મુજબ છે:

પ્રાદેશિક કચેરીઓ (આરઓ)

આરઓ હેઠળ આવરી લેવાયેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

આરઓ બેંગ્લોર

કર્ણાટક, કેરળ, તમિળનાડુ, પોંડિચેરી, લક્ષદ્વીપ

આરઓ ચંડિગઢ

જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને ચંડિગઢ કેન્દ્રશાસિત પ્રદેશ

આરઓ દિલ્હી

ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન

આરઓ ગુવાહાટી

આસામ, અરુણાચલપ્રદેશ, મેઘાલય, મણિપૂર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કીમ

આરઓ હૈદ્રાબાદ

આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓરિસ્સા, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર

આરઓ લખનૌ

ઉત્તરપ્રદેશ

આરઓ મુંબઈ

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ

આરઓ રાંચી

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ