બાયોમેટ્રિક ઉપકરણો

બાયોમેટ્રિક ડિવાઈસનો મતલબ થાય એવા ડિવાઈસ કે જેનો આધાર નંબર ધારકોની ફિંગરપ્રિન્ટ/આઈરિસ/બંને વગેરે બાયોમેટ્રિક ડેટા કેપ્ચર કરવા ઉપયોગ કરાય છે. આ બાયોમેટ્રિક ડિવાઈસ બે કેટેગરીમાં આવે છે એટલે કે ડિસક્રેટ ડિવાઈસીઝ, ઈન્ટિગ્રેટેડ ડિવાઈસીઝ.

ડિસક્રેટ ડિવાઈસીઝઃ આ પ્રકારના ડિવાઈસીઝમાં બાયોમેટ્રિક ડિવાઈસ (ફિંગરપ્રિન્ટ/આઈરિસ)ની શ્રેણી આવે છે જેની પીસી/લેપટોપ/માઈક્રો એટીએમ વગેરે જેવા ડિવાઈસને હોસ્ટ કરવા કનેક્ટિવિટીની જરૂર પડે છે.

ઈન્ટિગ્રેટેડ ડિવાઈસીઝઃ ઈન્ટિગ્રેટેડ ડિવાઈઝમાં સેન્સર ડિવાઈસ પેકેજમાં જોડાયેલા હોય છે એટલે કે ફોન/ટેબ્લેટ વગેરે.

બાયોમેટ્રિક્સ જે ડિવાઈસીઝમાં કામ કરે છે તેને તૈનાત કરવામાં સામેલ છેઃ

  • હાથવગા/પીઓએસ ડિવાઈસ જેમકે માઈક્રો એટીએમ, હાજરીના ડિવાઈસ
  • યુએસબી ડિવાઈસ જે પીસી સાથે જોડાયેલા હોય
  • મોબાઈલફોન જેમાં બાયોમેટ્રિક સેન્સર હોય
  • કિઓસ્ક જેવા કે એટીએમ, મનરેગા જોબ રિક્વેસ્ટ કિઓસ્ક

વિનંતીકર્તા એકમ યોગ્ય ઓથેન્ટિકેશન પ્રકારની (એફપી/આઈરિસ બાયોમેટ્રિક મોડાલિટીના સંજોગોમાં) પસંદગી કરી શકે છે જે તેમની સેવા ડિલિવરી જરૂરિયાત, સેવાના પ્રકાર, વ્યવહારની સંખ્યા, ઈચ્છીત સચોટતા સ્તર અને સેવા ડિલિવરી સંકલિત જોખમી પરિબળો આધારિત હોઈ શકે છે. એકવાર મોડાલિડીની પસંદગી થાય એટલે ફિંગરપ્રિન્ટ/આઈરિસ/બંનેનું કોમ્બિનેશન/મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન કે જેમાં ઓટીપી સામેલ હોય તેની સાથે બાયોમેટ્રિક્સ (એફપી/આઈરિસ/બંને), સામેલ કરીને વિનંતીકર્તા એકમ દ્વારા પ્રમાણિત ડિવાઈસ સપ્લાયર્સની યાદીનો (ઉપરની વેબસાઈટ લિંકમાં હાઈલાઈટ કર્યા મુજબ) પ્રમાણિત બાયોમેટ્રિક ડિવાઈસની (ફિંગરપ્રિન્ટ/આઈરિસ) પ્રાપ્તિ માટે ઉપયોગ કરી શકે છે.

યુઆઈડીએઆઈ અંતર્ગત ફક્ત રજિસ્ટર્ડ ડિવાઈસનો જ તમામ ઓથેન્ટિકેશન ઈકો પાર્ટનર ઉપયોગ કરે તે જરૂરી છે.

“રજિસ્ટર્ડ ડિવાઈસીઝ” નો મતલબ થાય એવા ડિવાઈસ કે જેને આધાર સિસ્ટમમાં કી મેનેજમેન્ટના એન્ક્રીપ્શન માટે નોંધાયેલા છે. આધાર ઓથેન્ટિકેશન સર્વર અંગત રીતે આ ડિવાઈસને ઓળખીને માન્ય કરી શકે છે અને દરેક રજિસ્ટર્ડ ડિવાઈસ પર એન્ક્રિપ્શન કીને મેનેજ કરી શકે છે.

  • ડિવાઈસ ઓળખ – દરેક ફિઝિકલ સેન્સર ડિવાઈસ કે જેમાં અનોખું આઈડેન્ટિફાયર હોય કે જેનાથી ડિવાઈસ ઓથેન્ટિકેશન, ટ્રેસેબિલિટી, વિશ્લેષણ અને ઠગાઈ સંચાલનને અનુમતિ મળે છે.
  • સંગ્રહિત બાયોમેટ્રિક્સના ઉપયોગની નાબુદી – દરેક બાયોમેટ્રિક રેકર્ડને પ્રોસેસ કરીને સિક્યોર ઝોનમાં તેને એન્ક્રિપ્ટ કરાય છે જેથી અનએન્ક્રિપ્ટેડ બાયોમેટ્રિક્સના સેન્સરમાંથી હોસ્ટ મશીનમાં તબદિલીની શક્યતા નાબુદ થાય છે.

બાયોમેટ્રિક ડિવાઈસ સર્ટિફિકેશન

ઓથેન્ટિકેશન માટે ઉપયોગમાં લેવાતા તમામ બાયોમેટ્રિક ડિવાઈસ ઓથોરિટી દ્વારા સમયાંતરે જારી કરેલા નિર્દેશો મુજબ પ્રમાણિત અને માપદંડ મુજબના હોવા જોઈએ.