તકરાર નિવારણ

યુઆઈડીએઆઈ વડામથક ખાતે તકરારોની પ્રાપ્તિ નીચેના બૃહદ માધ્યમે કરાય છે :

યુઆઈડીએઆઈ સંપર્ક કેન્દ્ર દ્વારા

યુઆઈડીએઆઈએ આધાર નોંધણી, અપડેશન તથા અન્ય સેવાઓને લગતી પ્રશ્નો અને તકરારોના સંચાલન માટે સંપર્ક કેન્દ્ર સ્થાપ્યું છે. સંપર્ક કેન્દ્રમાં ઓપરેટર નોંધણી પ્રક્રિયા પૂર્ણ થતા નિવાસીને પ્રિન્ટ કરેલી એકનોલેજમેન્ટ સ્લીપ આપે છે જેમાં ઈઆઈડી (નોંધણી ક્રમાંક) હોય છે. ઈઆઈડીનો ઉપયોગ કરીને નિવાસી નીચેની ચેનલો પર યુઆઈડીએઆઈ સંપર્ક કેન્દ્ર સુધી પહોંચી શકે છે.

Resident portal - File a Complaint

પોસ્ટ દ્વારા

યુઆઈડીએઆઈ વડામથક અને આરઓમાં તકરારોને ટપાલ/હાર્ડ કોપી દ્વારા મોકલી શકાય છે. આ તકરારોની ચકાસણી કરીને તેની હાર્ડ કોપી સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગના વડામથકને મદદનીશ મહાનિર્દેશકની મંજૂરી બાદ મોકલાય છે, જેઓ યુઆઈડીએઆઈમાં જાહેર તકરાર અધિકારી છે. સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગ તકરાર સેલ, યુઆઈડીએઆઈ, વડામથકની જાણ હેઠળ ફરિયાદીને સીધો જવાબ મોકલીને તકરારનો નિકાલ લાવે છે. જરૂર પડે તો વચગાળાની પૃચ્છા સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગ વડામથકે મોકલી શકાય છે.

ભારત સરકારની જાહેર તકરાર પોર્ટલ દ્વારા મળેલી તકરારો

તકરારો યુઆઈડીએઆઈને પીજી પોર્ટલ pgportal.gov.in. દ્વારા મળે છે. પીજી પોર્ટલમાં નીચેના માધ્યમો છે :

  • ડીપીજી (ડાયરેક્ટોરેટ ઓફ પબ્લિક ગ્રિવેન્સીઝ),
  • ડીએઆરપીજી (ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવેન્સીઝ)
  • પેરન્ટ ઓર્ગેનાઈઝેશન,
  • સીધા પ્રાપ્તિકર્તા,
  • પ્રમુખનું સચિવાલય,
  • પેન્શન,
  • મંત્રીની કચેરી,
  • વડાપ્રધાનની કચેરી.

તકરારની ચકાસણી કરીને સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગ વડામથકે મદદનીશ મહાનિર્દેશકની મંજૂરી બાદ મોકલાય છે, જેઓ યુઆઈડીએઆઈમાં પબ્લિક ગ્રિવેન્સ ઓફિસર છે. સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગ તકરારનો નિકાલ લાવે છે. જરૂર પડે તો વચગાળાની પૃચ્છા સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગ વડામથકે મોકલી શકાય છે

ઈમેઈલ દ્વારા

ઘણીવારયુઆઈડીએઆઈ અધિકારીને ઈમેઈલથી તકરાર મળે છે. આ ઈમેઈલની ચકાસણી કરીને સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગ વડામથકે મોકલાય છે, સંલગ્ન પ્રાદેશિક કચેરી/સંલગ્ન વિભાગ તકરાર સેલની જાણ હેઠળ ફરિયાદીને સીધો ઈ-મેઈલથી જવાબ મોકલીને તકરારનો નિકાલ લાવે છે.