યુઆઈડીએઆઈ સિસ્ટમમાં સુરક્ષા

જે-તે વ્યક્તિ અને તેની માહિતીની સુરક્ષા યુઆઈડી પ્રોજેક્ટની ડિઝાઈનને વારસામાં મળી છે. અડસટ્ટે નંબરની ફાળવણી થવાથી નીચે દર્શાવેલી અન્ય કોઈ લાક્ષણિકતાઓ સંબંધે કોઈ વ્યક્તિની કોઈ માહિતી અપાતી નથી, અને આ હેતુસર જ યુઆઈડી દ્વારા જે-તે નિવાસીના હિતોને સંપૂર્ણપણે જાળવે છે.

મર્યાદિત માહિતીનું એકત્રીકરણ: યુઆઈડીએઆઈ દ્વારા ફક્ત આધાર જારી કરવા અને આધાર ધારકની ઓળખની પુષ્ટિ માટે જ ડેટા એકત્રિત કરાય છે. નામ, જન્મની તારીખ, જાતિ, સરનામું, બાળકોના સંજોગોમાં આવશ્યક માતા-પિતા/ વાલીનું નામ અને બીજા માટે નહીં, મોબાઈલ નંબર અને વૈકલ્પિક રીતે ઈમેલ આઈડી જેવી ઓળખ પ્રસ્થાપિત કરનારી વિગતો એકત્ર કરીને બેઝિક ડેટાના ખાના યુઆઈડીએઆઈ ભરે છે. યુઆઈડીએઆઈ દ્વારા અનોખાપણું પ્રસ્થાપિત કરવા બાયોમેટ્રિક વિગતો એકત્રિત કરાય છે, અને આ કારણે જ ફોટો, 10 આંગળા અને આઈરિસ એકત્ર કરાય છે.

કોઈ પ્રોફાઈલિંગ અને ટ્રેકિંગ માહિતી એકત્ર કરાતી નથી: યુઆઈડીએઆઈની નીતિ હેઠળ ધર્મ, જાતિ, સમુદાય, વંશીયપણા, આવક અને આરોગ્ય જેવી સંવેદનશીલ અંગત માહિતી એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આમ કોઈ પણ વ્યક્તિની પ્રોફાઈલ યુઆઈડી સિસ્ટમ હેઠળ તૈયાર કરવી શક્ય નથી, કારણ કે અહીં એકત્ર કરાતો ડેટા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની જરૂરિયાત પૂરતો મર્યાદિત છે. યુઆઈડીએઆઈ દ્વારા વાસ્તવમાં, માહિતીની આરંભિક યાદીમાંથી જન્મસ્થળના ડેટાને પણ પડતો મૂકાયો છે અને તે હવે સીએસઓ પાસેથી ફીડબેકના આધારે તેને એકત્ર કરવા ધારે છે જેના થકી તે પ્રોફાઈલિંગ કરી શકે. યુઆઈડીએઆ દ્વારા કોઈ વ્યક્તિના વ્યવહારોની વિગતો પણ એકત્ર કરાતી નથી. કોઈ પણ વ્યક્તિની ઓળખની આધાર થકી પુષ્ટિ ફક્ત તે પુષ્ટિ પુરતું જ પરાવર્તન કરે છે. આ મર્યાદિત માહિતીને નિવાસીના હિતમાં જ કોઈ તકરારના નિવારણ માટે થોડાક સમય પૂરતી જાળવી રખાશે.

માહિતીને જારી કરવી- ફક્ત હા કે ના જવાબ: યુઆઈડીએઆઈ આધાર ડેટાબેઝમાંથી કોઈ અંગત માહિતી આપી શકે તેમ નથી અને ઓળખની ખરાઈની વિનંતીના જવાબમાં ફક્ત હા કે ના કહી શકે છે. આમાં ફક્ત રાષ્ટ્રહિતમાં અદાલતના આદેશ, અથવા સંયુક્ત સચિવના આદેશને અપવાદ અપાયો છે. આ વાજબી અપવાદ એકદમ સ્પષ્ટ છે. આ અભિગમ યુએસ અને યુરોપમાં કોઈ સુરક્ષા જોખમના સંજોગોમાં ડેટા સુધી પહોંચ માટેના સુરક્ષા નિયમોને અનુરૂપ જ બનાવાયો છે.

ડેટા રક્ષણ અને ગોપનીયતા: યુઆઈડીએઆઈ એકત્રિત ડેટાની સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. આ ડેટાને યુઆઈડીએઆઈ દ્વારા અપાયેલા સોફ્ટવેર પર એકત્રિત કરીને એન્ક્રિપ્ટ કરાશે જેથી પરિવહન દરમિયાન લીક ન થાય. માહિતી તાલીમબદ્ધ અને પ્રમાણિત નોંધણીકર્તા દ્વારા એકત્રિત કરાય છે, જેમની એકત્રિત કરાતા ડેટા સુધી કોઈ પહોંચ હોતી નથી. યુઆઈડીએઆઈ એક સર્વગ્રાહી સુરક્ષા નીતિ ધરાવે છે જેથી તેના ડેટાની સુરક્ષા અને અખંડતા જાળવી શકાય. તે આના વિશે વધુ વિગતો પ્રકાશિત કરશે, જેમાં માહિતી સુરક્ષા પ્લાન અને સીઆઈડીઆર માટેની નીતિઓ તેમજ યુઆઈડીએઆઈ અને તેની કોન્ટ્રાક્ટેડ એજન્સીઓ દ્વારા કાયદાના અનુસરણના ઓડિટિંગ માટેની પ્રણાલિનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત ચુસ્ત સુરક્ષા અને સંગ્રહના પ્રોટોકોલ્સ અમલમાં રહેશે. કોઈ પણ સુરક્ષા ભંગ માટે કઠોર દંડ લદાશે અને તેમાં ઓળખની માહિતી જાહેર કરવા પરના દંડનો પણ સમાવેશ કરાશે. હેકિંગ સહિત સીઆઈડીઆર સુધી અનધિકૃત પહોંચ માટે પણ દંડનીય પરિણામો ભોગવવાના રહેશે તેમજ સીઆઈડીઆરના ડેટા સાથે ચેડાંની પણ સજા થશે.

યુઆઈડીએઆઈ માહિતીને અન્યત્ર વાળવી તથા અન્ય ડેટાબેઝ સાથે લિંક કરવી: યુઆઈડી ડેટાબેઝ અન્ય કોઈ ડેટાબેઝ સાથે લિંક થયો નથી અથવા અન્ય ડેટાબેઝમાં તેની કોઈ માહિતી નથી. તેનો એકમાત્ર હેતુ કોઈ સેવાની પ્રાપ્તિના સમયે જે-તે વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે, અને તે પણ આધાર ધારકની સંમતિ સાથે. યુઆઈડી ડેટાબેઝનું બંને ભૌતિક અને ઈલેક્ટ્રોનિક માધ્યમે ઉચ્ચ મંજૂરી ધરાવનારી ચુનંદા વ્યક્તિઓ દ્વારા રક્ષણ કરાશે. યુઆઈડી સ્ટાફના ઘણા સભ્યોની પણ ત્યાં સુધી પહોંચ નહીં હોય અને શ્રેષ્ઠ એન્ક્રિપ્શન સાથે તેને અત્યંત સુરક્ષિત વોલ્ટમાં સુરક્ષિત રખાશે. તમામ પહોંચની વિગતોને યોગ્ય રીતે લોગ કરાશે.