નોંધણીના ભાગીદારો

યુઆઈડીએઆઈ

આ ઈકોસિસ્ટમના હાર્દમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે અને તે આ સંબંધોની વ્યાખ્યા તથા તેના કોર માળખા માટે જવાબદાર છે. તદુપરાંત તે આ પ્રણાલિના માપદંડ અને કામગીરીના સંચાલન તેમજ તેના ધ્યેયોની ડિલિવરી પરત્વે તેના ચાલન માટે જવાબદાર છે.

રજિસ્ટ્રાર્સ

રજિસ્ટ્રાર એ વ્યક્તિઓની નોંધણીના હેતુસર યુઆઈડીએઆઈ દ્વારા અધિકૃત કે માન્ય એકમ છે. તેઓ યુઆઈડીએઆઈ સાથે એમઓયુના માધ્યમે ભાગીદાર બન્યા છે અને તેમને ફાળવાયેલી ભૂમિકા અને જવાબદારીઓનું પાલન કરવા બંધાયેલા છે. રજિસ્ટ્રાર સક્રિય રીતે નિવાસીઓ પાસેથી તેમનો ડેટા એકત્રિત કરવામાં જોડાયેલા હોવાથી તેઓ પાસે એકત્રીકરણના તબક્કે ડેટા સુધીની પહોંચ હોય છે. રજિસ્ટ્રાર્સ તેમની જાતે અથવા તેમની સાથે કરારબદ્ધ નોંધણી એજન્સીઓ દ્વારા નિવાસીઓની નોંધણી કરી શકે છે. રજિસ્ટ્રાર્સ પાસે તેમની પેનલમાં નોંધાયેલી નોંધણી એજન્સીઓ અથવા તો અન્ય એજન્સીઓ સાથે કરાર કરવાનો વિકલ્પ છે જેમને તેઓ આવી એજન્સીઓ સાથે કરાર કરવાની પોતાની પ્રણાલિ માટે અનુકૂળ ગણે છે.

નોંધણી એજન્સીઓ

નોંધણી એજન્સીનો મતલબ થાય એવી એજન્સી કે જેની નિમણૂંક સત્તાવાળા કે રજિસ્ટ્રાર દ્વારા કિસ્સાવાર કરાય છે, જેનો હેતુ નોંધણી પ્રક્રિયા દરમિયાન વ્યક્તિઓની જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવાનો હોય છે. આ એજન્સીઓની પેનલ યુઆઈડીએઆઈ દ્વારા તેમની નાણાકીય અને ટેકનિકલ ક્ષમતા ચકાસીને કરાય છે. ફિલ્ડની પ્રવૃત્તિઓ, ફિલ્ડ નીતિઓના અનુસરણ, યોગ્ય ઓપરેટર/સુપરવાઈઝર તાલીમ, નિવાસીનો ડેટા સમયસર સીઆઈડીઆરને મોકલવાનું સુનિશ્ચિત કરવા વગેરે માટે તેઓ જવાબદાર હોય છે. નોંધણી એજન્સીઓએ નિવાસી તેમજ એકત્રીકરણ માટે નોંધણી કેન્દ્રોની સ્થાપના કરીને નિવાસીના ડેટાને અપડેટ કરવો જોઈએ.

ઓપરેટર્સ/સુપરવાઈઝર્સ

નોંધણી એજન્સી દ્વારા નોકરીએ રખાયેલ ઓપરેટર ફોર્મમાં અપાયા મુજબની જનસાંખ્યિક માહિતીને કેપ્ચર કરવા અને નિવાસીની નોંધણી તેમજ નોંધણી સોફ્ટવેરનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક માહિતીને કેપ્ચર કરવા માટે જવાબદાર હોય છે. ઓપરેટરે સહાયક દસ્તાવેજોની ફિઝિકલ/ઈલેક્ટ્રોનિક નકલ એકત્રિત કરવાની અથવા તો સત્તાવાળાઓએ નિર્ધારિત કરેલી પ્રક્રિયા અનુસાર તેને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં તબદિલ કરવાની રહે છે.

નોંધણીનું કામ ઓપરેટર્સ કરે છે જ્યારે સુપરવાઈઝર્સ આવા કેન્દ્રોનું સંચાલન કરે છે. સુપરવાઈઝર્સ પ્રક્રિયાઓના અસરણ, ડેટાની ગુણવત્તા અને અપવાદ સંચાલન માટે જવાબદાર રહે છે. સુપરવાઈઝર્સ નોંધણી પણ કરે છે. ઓપરેટર્સ અને સુપરવાઈઝર્સ પાસે પોતાના આધાર નંબર અને પ્રમાણભૂતતા હોય તે પછી જ તેઓ નોંધણીની કામગીરીનું સંચાલન કરી શકે છે.

કન્ટેન્ટ વિકાસ એજન્સીઓ (સીડીએ)

યુઆઈડીએઆઈ કન્ટેન્ટ વિકાસ એજન્સીઓને ઓપરેટર્સ/સુપરવાઈઝર્સ માટે તાલીમ સામગ્રી વિકસાવવા જોતરે છે. સીડીએ દ્વારા દસ્તાવેજ અને નવા ગ્રાહકોનો ઉપયોગ કરાય છે જેથી તાલીમ સામગ્રીનું સર્જન કરી શકાય જેમાં ઓપરેટર્સ/સુપરવાઈઝર્સ માટે કમ્પ્યૂટર આધારિત તાલીમ સામગ્રીનો પણ સમાવેશ થાય છે. દરેક રીલિઝ માટે તાલીમ સામગ્રી નોંધણી એજન્સીઓ પાસે તેમજ યુઆઈડીએઆઈ વેબસાઈટના અન્ય સ્ત્રોતોમાં ઉપલબ્ધ હોય છે.

પરીક્ષણ અને સર્ટિફિકેશન એજન્સીઓ (ટીસીએ)

યુઆઈડીએઆઈ દ્વારા પરીક્ષણ અને સર્ટિફિકેશન એજન્સીઓને જોતરવાય છે જેથી નવા ઓપરેટર્સ/સુપરવાઈઝર્સને સર્ટિફાય કરી શકાય. એક ઓપરેટર/સુપરવાઈઝર કે જેણે તાલીમ લીધી હોય અને જેને આધાર જારી કરાયું હોય, તે સર્ટિફિકેશન પરીક્ષામાં હાજર રહી શકે છે. પરીક્ષણ અને સર્ટિફિકેશન એજન્સીઓ યુઆઈડીએઆઈ, નોંધણી એજન્સીઓ તેમજ ઓપરેટર/સુપરવાઈઝરને સર્ટિફિકેશનનું પરિણામ પૂરું પાડશે.

બાયોમેટ્રિક ઉપકરણ સર્ટિફિકેશન

એસટીક્યૂસી (સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વૉલિટી સર્ટિફિકેશન) ડિરેક્ટોરેટ એ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (ડીઈઆઈટીવાય)ની સંલગ્ન કચેરી છે અને તે યુઆઈડીએઆઈ માટે પ્રમાણભૂતતા ઉપકરણ જરૂરિયાતો તેમજ નોંધણીની સર્ટિફિકેશન પ્રવૃત્તિ તેમજ માપદંડોને પાર પાડવા માટે નિમાયેલી એક નોડલ એજન્સી છે. તમામ ઉપકરણોના માપદંડોને એસટીક્યૂસી વેબસાઈટ પર હોસ્ટ કરાયેલા છે અને મોહાલી તથા નવી દિલ્હી સ્થિત એસટીક્યૂસી લેબ્સ ખાતે સઘન સર્ટિફિકેશન પ્રવૃત્તિઓ હાથ ધરાય છે, જ્યાં બાયોમેટ્રિક્સ ઉપકરણોના પરીક્ષણ અને પ્રમાણભૂતતા માટે અત્યાધુનિક સાધનો વસાવાયેલા છે. વધુ માહિતી માટે એસટીક્યૂસી વેબસાઈટજુઓ.