આધાર વાપરવાની રીત

આધાર અને તેનો મંચ સરકારને તેમની કલ્યાણકારી સેવાઓની ડિલિવરીના તંત્રને સરળ બનાવવાની અતુલ્ય તક પૂરી પાડે છે અને આ રીતે પારદર્શિતા અને સુશાસન સુનિશ્ચિત કરે છે.

સરકારી અને સેવા એજન્સીઓ માટે

યુઆઈડીએઆઈ દ્વારા નિવાસીઓને તેમના જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડેટાના ડિ-ડુપ્લિકેટિંગ બાદ જ આધાર ક્રમાંક જારી કરાય છે જે તેમના સઘળા ડેટાબેઝ આધારિત હોય છે. આધાર પ્રમાણભૂતતા થકી વિવિધ યોજનાઓ હેઠળ બેવડાપણાની નાબૂદી શક્ય બને છે અને તેના થકી સરકારી તિજોરીને નોંધપાત્ર બચત થવાની અપેક્ષા છે. આધારને લીધે અમલવારી કરતી એજન્સીઓને લાભાર્થીઓની ખરાઈ કરીને લાભોની લક્ષ્યાંકિત ડિલિવરીને સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. આ બધી યોજનાઓમાં:

લક્ષ્યાંકિત ડિલિવરી દ્વારા લીકેજ પર અંકુશ: કલ્યાણકારી યોજનાઓ કે જેમાં લાભાર્થીઓએ સેવાની ડિલિવરી પહેલાં પુષ્ટિ કરવાની રહે છે તે લાભ યુઆઈડીએઆઈની પ્રમાણભૂતતા સેવા દ્વારા જ થઈ શકશે. આના થકી લીકેજ અંકુશમાં આવશે અને સેવાઓની ડિલિવરી લક્ષ્યાંકિત લાભાર્થીઓને જ થાય તે સુનિશ્ચિત કરી શકાશે. તેના દૃષ્ટાંતોમાં જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) લાભાર્થીઓને સબસિડીયુક્ત અનાજ અને કેરોસીનની ડિલિવરી, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના (મનરેગા) લાભાર્થીઓની કામના સ્થળે હાજરી પૂરવી વગેરેનો સમાવેશ થાય છે.

કાર્યકુશળતા અને અસરકારકતા સુધારવીઃ આધાર મંચ થકી સેવા ડિલિવરી તંત્ર વિષે સચોટ અને પારદર્શી માહિતી પૂરી પડાતી હોવાથી સરકાર પણ વિતરણ વ્યવસ્થાને સુધારી શકે છે અને અછતગ્રસ્ત વિકાસ ભંડોળનો વધુ અસરકારકતા અને કાર્યકુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે જેમાં વધુ સારા માનવ સંસાધન ઉપયોગનો સમાવેશ થાય છે જે સેવા ડિલિવરી નેટવર્કમાં સામેલ છે.

નિવાસીઓ માટે

આધાર પ્રણાલિ દેશભરમાં નિવાસીઓ માટે એકમાત્ર ઓનલાઈન ઓળખ ખરાઈનો સ્ત્રોત પૂરો પાડે છે. એકવાર કોઈ નિવાસી નોંધણી કરાવી એટલે તેઓ ઈલેક્ટ્રોનિક માધ્યમે એક કરતા વધુ વખત તેમની ઓળખને સ્થાપિત અને પ્રમાણભૂત કરી શકે છે. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે આધાર પ્રમાણભૂતતાની ઓનલાઈન ખરાઈ કરી શકાય તે રીતે ઓળખનો પોર્ટેબલ પૂરાવો પૂરો પાડીને આધાર પ્રણાલિ દેશના એક ભાગમાંથી બીજામાં હિજરત કરનારા લાખો લોકોની ચલિતતાને પણ સક્ષમ બનાવે છે.બૅંકમાં ખાતું ખોલવું, ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું વગેરે જેવી બીજી અનેક સેવાઓ પ્રાપ્ત કરતી વખતે જરૂરી ઓળખનાપૂરાવા વારંવાર આપવાને બદલે આ સેવાથી તે સમસ્યાઓ દૂર કરે છે. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે આધાર પ્રમાણભૂતતાની ઓનલાઈન ખરાઈ કરી શકાય તે રીતે ઓળખનો પોર્ટેબલ પૂરાવો પૂરો પાડીને આધાર પ્રણાલિ દેશના એક ભાગમાંથી બીજામાં હિજરત કરનારા લાખો લોકોની ચલિતતાને પણ સક્ષમ બનાવે છે.