માહિતી અધિકાર

કોઈપણ જાહેર સત્તાવાળાઓની કામગીરીમાં જવાબદેહિતા અને પારદર્શિતાના પ્રોત્સાહિત કરવા માટે જાહેર સત્તાવાળાઓના નિયંત્રણ હેઠળ માહિતી સુધી પહોંચ સુનિશ્ચિત કરી શકાય તે માટે નાગરિકો માટે માહિતી અધિકાર ધારાના (આરટીઆઈ) વ્યવહારુ કાયદાને અમલી બનાવવા ભારત સરકારે "માહિતી અધિકાર ધારો 2005" અમલી બનાવ્યો હતો

માહિતી અધિકાર એટલે શું?

આરટીઆઈ એવી માહિતી સુધી પહોંચ પૂરી પાડે છે જેને જાહેર સત્તાવાળાઓના નિયંત્રણ હેઠળ અથવા દ્વારા જાળવી રાખવામાં આવે છે અને તેમાં કામગીરી, દસ્તાવેજ, રેકર્ડની ચકાસણી, નોંધ લેવા, વિગતો મેળવવા અથવા દસ્તાવેજો/રેકર્ડની પ્રમાણિત નકલો અને સામગ્રીના પ્રમાણિત નમૂનાને મેળવવાના તેમજ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહિત કરાયેલી માહિતીને પ્રાપ્ત કરવાના અધિકારનો સમાવેશ થાય છે.આરટીઆઈ હેઠળ ઓનલાઈન અરજીને અહીં કરવી rtionline.gov.in.

માહિતી માટે કોણ માગણી કરી શકે?

કોઈપણ નાગરિક લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમે અંગ્રેજી/ હિન્દી/ જે વિસ્તારમાં અરજી કરાઈ છે તેની સત્તાવાર ભાષામાં અરજી કરીને માહિતી પ્રાપ્ત કરવા માટે વિનંતી કરી શકે છે, જે માટે નિર્ધારિત ફી ચૂકવવાની રહે છે

માહિતી કોણ પૂરી પાડશે?

તમામ જાહેર સત્તાવાળાઓએ વિવિધ સ્તરે એક કેન્દ્રિય મદદનીશ જાહેર માહિતી અધિકારીની (સીએપીઆઈઓ) નિમણૂંક કરવાની રહે છે, જે જાહેર જનતા પાસેથી માહિતી માટેની અરજીઓ મેળવશે. જ્યારે તમામ વહીવટી એકમો/ કચેરીઓમાં કેન્દ્રિય જાહેર માહિતી અધિકારીઓ (સીપીઆઈઓ) જનતાને જરૂરી માહિતી પૂરી પાડવા માટે વ્યવસ્થા કરશે. માહિતી માટેની અરજી/ વિનંતીનો 30 દિવસના સમયગાળાની અંદર માહિતી પૂરી પાડીને અથવા અરજીને નકારીને નિકાલ લાવવો ફરજિયાત છે

આરટીઆઈ ધારા, 2005ની માહિતી જાહેર કરવામાંથી મુક્તિ (કલમ 8(1) (જે)

આ કલમમાં ઉલ્લેખ કરાયો છે કે, "આ ધારામાં કરાયેલા કોઈ પણ ઉલ્લેખ સાથે નિસ્બત ન હોય તે રીતે, કોઈ પણ નાગરિકને એવી માહિતી આપવાની ફરજ નહીં પડે" કે જે વ્યક્તિગત માહિતી સાથે સંકળાયેલી હશે જેને કોઈ જાહેર હિત કે પ્રવૃત્તિ સાથે નિસ્બત નહીં હોય અથવા જેના થકી કોઈ વ્યક્તિની અંગતતામાં અનિચ્છનીય હસ્તક્ષેપ થતો હોય સિવાય કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્ય જાહેર માહિતી અધિકારી અથવા એપેલેટ ઓથોરિટી, જે-તે સંજોગો મુજબ વ્યાપક જાહેર હિતમાં એ બાબતની સંતુષ્ટિ કરતા હોય કે આવી માહિતીને જાહેર કરવાથી વ્યાપક જાહેરની સંતુષ્ટિ થશેઃ જે માટેની શરત હે હોય કે જે માહિતી માટે સંસદ કે રાજ્ય વિધાનસભાને ઈનકાર કરી શકાતો ન હોય તે માહિતીનો કોઈ વ્યક્તિને પણ ઈનકાર કરી ન શકાય.

આ કારણે યુઆઈડીએઆઈ ઘોષણા નિયમોમાં ઉલ્લેખ કરાયો છે:

આરટીઆઈ ધારા, 2005ની કલમ 8 (આઈ) (જે) અનુસાર તેમજ જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડેટા (નિવાસીના અંગત ડેટા)ને ધ્યાનમાં રાખીને ફક્ત એવા નિવાસી કે જેમની સાથે ડેટા સંકળાયેલો છે તેઓ જ માહિતી માગી શકે છે. આ માહિતી અન્ય કોઈ અરજદાર માગી શકે નહીં. ત્રાહિત પક્ષ અથવા અન્ય કોઈ નિવાસીને લગતી કોઈ પણ અંગત માહિતી અન્ય કોઈ અરજદારને પૂરી પડાશે નહીં જેથી આધાર કાર્યક્રમ હેઠળ નોંધાયેલા નિવાસીઓની ગોપનીયતાને જાળવી શકાય. અરજદારે ચોક્કસ સંજોગોમાં ઓળખની ખરાઈ માટે વધારાની માહિતી પૂરી પાડવી શકે છે.

પ્રોસેસિંગના તબક્કા, આધાર ક્રમાંક અથવા રવાનગી અને ડિલિવરી જેવા તબક્કે પોતાની નોંધણીની વિગતો નિવાસી માગે:

નિવાસી પોતાનો ઈઆઈડી ક્રમાંક આપીને યુઆઈડીએઆઈની વેબસાઈટ (uidai.gov.in) પરથી આધાર સર્જનના તબક્કા/ક્રમાંક વિશેની વિગતો મેળવી શકે છે. નિવાસી આધાર પત્રની ઈલેક્ટ્રોનિક આવૃત્તિ, એટલે કે નિવાસી પોર્ટલ (uidai.gov.in ) પરથી ઈ-આધાર સુધી પહોંચ મેળવી શકે છે જે માટે તેણે જનસાંખ્યિક માહિતીની સાથે ઈઆઈડી ક્રમાંક પૂરો પાડવાનો રહેશે. યુઆઈડીએઆઈ ડેટાબેઝમાં ઉપલબ્ધ માહિતી સાથે તમામ માહિતીને મેળવવામાં આવે છે, નિવાસીએ નોંધણીના સમયે પૂરા પાડેલા તેના મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ એડ્રેસ પર એક વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવે છે. કોઈ નિવાસીએ નોંધણીના સમયે પોતાનો મોબાઈલ નંબર અને/અથવા ઈ-મેઈલ એડ્રેસ પૂરા પાડ્યા ન હોય તો, નિવાસીએ વેરિફિકેશન બાદ વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મેળવવા નામ, ઈઆઈડી અને પિન કોડની સાથે મોબાઈલ નંબર પૂરો પાડવાનો રહે છે. આ ઓટીપી ઈ-આધારમાં ડાઉનલોડ કરવાનો રહે છે. નિવાસી યુઆઈડીએઆઈની પ્રાદેશિક કચેરીઓ અને સંપર્ક કેન્દ્રો પરથી પણ તેમના દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર વેરિફિકેશન કરાવીને ઈ-આધાર મેળવી શકે છે.

આરટીઆઈ અરજી ફી

'આ ધારા હેઠળ રોકડ/ ડિમાન્ડ ડ્રાફ્ટ/ પીએઓ, યુઆઈડીએઆઈને ચૂકવવાપાત્ર આઈપીઓ દ્વારા આરટીઆઈ અરજી ફી'

# આરટીઆઈ ધારા, 2005ની કલમ 4 (I) (બી) હેઠળ પ્રકાશન માટે બંધનકર્તા ચીજો

વિસ્તૃત માહિતી

૧. તેની સંસ્થા, કામગીરી અને ફરજોને લગતી વિગતો

વિસ્તૃત માહિતી

૨. નિરીક્ષણ અને જવાબદેહિતાની ચેનલો સહિત તેની નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરાતી પ્રક્રિયા.

નિરીક્ષણ અને જવાબદેહિતાની ચેનલો સહિત તેની નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરાતી પ્રક્રિયા ભારત સરકારના મંત્રાલયો/ વિભાગો માટે લાગુ પડતા સામાન્ય નિયમો/ સૂચનાઓ યુઆઈડીએઆઈને તેની વહીવટી કામગીરીમાં પણ લાગુ પડે છે

૩. તેની કામગીરીને અદા કરવામાટે તેના દ્વારા સ્થાપિત નિયમો

ભારત સરકારના મંત્રાલયો/ વિભાગો માટે લાગુ પડતા સામાન્ય નિયમો/ સૂચનાઓ યુઆઈડીએઆઈને તેની વહીવટી કામગીરીમાં

૪. પોતાની કામગીરી અદા કરવા માટે તેના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, નિયમનો, સૂચનાઓ, કાર્યપ્રણાલિઓ અને રેકર્ડ

ભારત સરકારના મંત્રાલયો/ વિભાગો માટે લાગુ પડતા સામાન્ય નિયમો/ સૂચનાઓ યુઆઈડીએઆઈને તેની વહીવટી કામગીરીમાં

૫. તેના દ્વારા અથવા તેના નિયંત્રણ હેઠળ દસ્તાવેજની કેટેગરીનું નિવેદન

યુઆઈડી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દસ્તાવેજો યુઆઈડીએઆઈ રાખે છે અને “યુઆઈડીએઆઈ દસ્તાવેજો” વિભાગમાં તેની વેબસાઈટ પર ઉપલબ્ધ છે

૬. પરામર્શ સાથે અસ્તિત્વમાંની કોઈપણ વ્યવસ્થા અથવા જાહેર જનતાના સભ્ય દ્વારા નીતિની રચના સંબંધે રજૂઆત અથવા તે મુજબના અમલને લગતી વિગતો

યુઆઈડીએઆઈ કોઈ ચોક્કસ મુદ્દે વિવિધ હિતધારકો સાથે પરામર્શ કરે છે. તદુપરાંત જાહેર જનતાના સભ્યો પાસેથી ઈમેઈલ દ્વારા સૂચનો મેળવવામાં આવે છે

૭. તેના દ્વારા રચાયેલી બે અથવા વધુ વ્યક્તિઓ ધરાવતા બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય સંસ્થાઓના નિવેદન. તદુપરાંત, આ બધાની બેઠકો જનતા માટે ખુલ્લી છે કે પછી આવી બેઠકોની મિનિટ્સ સુધી જાહેર જનતાને પહોંચ છે તેની માહિતી

3 યુઆઈડીએઆઈ દ્વારા રચાયેલી 3 સમિતિઓ: 1. બાયોમેટ્રિક્સ સ્ટાન્ડર્ડ સમિતિ 2. જનસાંખ્યિક ડેટા ધારાધોરણો ખરાઈ પ્રક્રિયા સમિતિ 3. જાગૃતિ અને સંદેશાવ્યવહાર વ્યૂહ પરિષદ આ સમિતિઓના અહેવાલો યુઆઈડીએઆઈની વેબસાઈટ પર હોય છે.(વિસ્તૃત માહિતી) યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીઓ યુઆઈડીએઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે (વિસ્તૃત માહિતી)

૮. તેની કચેરીઓ અને કર્મચારીઓની ડિરેક્ટરી

અમારો સંપર્ક કરો જુઓ (વિસ્તૃત માહિતી)

૯. તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતું માસિક મહેનતાણું, તેના નિયમોમાં કરેલી જોગવાઈ અનુસાર વળતરની પ્રણાલિ સહિત

(વિસ્તૃત માહિતી)

૧૦. તમામ યોજનાઓ, સૂચિત ખર્ચાઓ અને રોકડ વિતરણ અંગે કરાયેલા અહેવાલોની વિગતો દર્શાવતું, તેની પ્રત્યેક એજન્સીને ફાળવાયેલું બજેટ

Cumulative Expenditure up to October 2018.

૧૧. ફાળવાયેલી રકમ સહિત સબસિડી કાર્યક્રમોના અમલીકરણની પદ્ધતિ અને આવા કાર્યક્રમોના લાભાર્થીઓ અને વિગતો

(વિસ્તૃત માહિતી)

૧૨. ફાળવાયેલી રકમ સહિત સબસિડી કાર્યક્રમના અમલની પદ્ધતિ અને આવા કાર્યક્રમની વિગતો તથા લાભાર્થીઓ.

અમલપાત્ર નહીં

૧૩. વળતર મેળવનારાઓ, તેના દ્વારા ફાળવાયેલા પરવાના અથવા સત્તાની વિગતો

અમલપાત્ર નહીં

૧૪. તેને ઉપલબ્ધ અથવા તેના દ્વારા ધારણ કરાયેલી માહિતીની વિગતો, એક ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સિમિત્ત કરાયેલી

ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેલી માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે

૧૫. ગ્રંથાલય અથવા વાચનખંડ જાહેર વપરાશ હેતુ જળવાયા હોય તો તેના કામના કલાકો સહિત માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો

યુઆઈડીએઆઈ દ્વારા કોઈ જાહેર ગ્રંથાલય અથવા વાચનખંડની જાળવણી કરાતી નથી

૧૬. કેન્દ્રિય જાહેર માહિતી અધિકારીના નામો, હોદ્દાઓ તથા અન્ય વિગતો

List of CPIOs & FAAs at UIDAI, HQ
List of CPIOs & FAAs at UIDAI ROs & Tech centre