યુઆઈડીએઆઈ બ્રૅન્ડ અને માર્ગદર્શિકા

માહિતી, શિક્ષણ અને સંપર્ક નીતિ

યુઆઈડીએઆઈની માહિતી, શિક્ષણ અને સંપર્ક (આઈઈસી) નીતિનો હેતુ બધા સહયોગીઓ અને સ્થાનિકોને શિક્ષિત કરવાનો છે જેથી તેમને વિવિધ ઉપયોગિતાઓ અને લાભોની જાણકારી થાય, જે આધારમાંથી પ્રાપ્ત કરી શકાય છે. યુઆઈડીએઆઈ સાથે રજિસ્ટ્રાર આધારના ઍપ્લિકેશનો સંબંધી માહિતી વિતરીત કરશે જેથી લાભાર્થીઓને સરકારી અને અન્ય યોજનાઓનો લાભ મળી શકે.સ્થાનિકોને સંપૂર્ણ લાભ મળી રહ્યો છે કે
નહિ તેની ખાતરી કરવા, નિમ્નલિખિત સંપર્ક વ્યવહારો(ચેનલો) દ્વારા આધારનો સંદેશ મોકલી શકાય છે:

  • બ્રોડકાસ્ટ અને ટેલિકાસ્ટ : ટીવી, રેડિયો, પ્રિન્ટ, ઇન્ટરનેટ
  • માહિતી : સમાચાર અને પ્રકાશનો
  • બાહ્યમાધ્યમો : પોસ્ટનરો, પુસ્તિકા, ભીંત ચિત્રો, બેનર, હોર્ડિંગ
  • મનોરંજનનામાધ્યમો : સિનેમા, રમતગમત, એન્ડોર્સમેન્ટ
  • અંતરંગમાધ્યમો : ઓડિયો, વીડિયો, ટેલિકોમ
  • માળખાગત સવલત : રજિસ્ટ્રાર અને નોંધણી એજન્સીનું આધારમાળખું

આઈઈસી ફન્ડિંગ

આધાર બ્રાન્ડ સાથે પ્રત્યક્ષ રીતે સંબંધ ધરાવતી બધી સામગ્રીનાઉત્પાદન અનેઉપયોગનાતબક્કે જરૂરી હોય ત્યાં યુઆઈડીએઆઈ નાણાં-વ્યનવસ્થા પૂરીપાડશે.રજીસ્ટ્રાર સાથે સંકળાયેલ આધાર બ્રાન્ડસહિતનીસંદેશાવ્યવહારની સામગ્રી માટે પણયુઆઈડીએઆઈભંડોળપૂરૂંપાડશે. આમ છતાં,રજિસ્ટ્રા ર પોતાની ખાસ જરૂરિયાત મુજબની માહિતીનાફેલાવા માટે જરૂરી વધારાની રકમ પોતાના ભંડોળમાંથી ખર્ચ કરશે.
માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યનવહાર વ્યૂહરચનાનો અમલ કરવામાંયુઆઈડીએઆઈની સમર્પિત ટુકડી, સંબંધિત જાહેરખબર અને લોક સંપર્કનીએજન્સીઓ સહિત રજિસ્ટ્રાર સાથે સહભાગી થશે.

જાગૃતિ અને વ્યવહારિક વ્યૂહરચના સલાહકાર પરિષદ

  • યુઆઈડી પ્રોજેકટની સફળતા માટે જાગૃતિ અને સંદેશાવ્યરવહારવ્યૂહરચનાનું મહત્વજાણીને યુઆઈડીએઆઈએ તેનો હેતુ સિદ્ધ કરવા જરૂરી જાગૃતિ અને સંદેશા વ્યવહારવ્યૂહરચનાની ભલામણ કરવાના હેતુથીજાગૃતિ અને સંદેશા વ્યવહાર વ્યૂહરચના સલાહકાર પરિષદની નિમણૂક કરી છે. પરિષદ રચવાનો હુકમ તેમજ આદેશ અહીં આપ્યાદ છે: જાગૃતિ અને વ્યવહારિક વ્યૂહરચનાસલાહકાર પરિષદ